અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/પંખી

Revision as of 10:08, 14 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પંખી|રઘુવીર ચૌધરી}} <poem> કૂંલ્લડું બાંધ્યું ત્યારે એ પંખીને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પંખી

રઘુવીર ચૌધરી

કૂંલ્લડું બાંધ્યું ત્યારે
એ પંખીને હું ઓળખતો નહોતો.
દાણા નાખી
એની એક પગે રમવાની
ને પાંખ ભૂલી ચણવાની રીત જોતો.
કહેતો સહુનેઃ
રોજ એક નવું ફૂલ ખીલે છે.
પાછું વળતાં પંખી રોજ
અપરિચયનું કપૂર અમારી આંખોમાંથી ઊડે છે.
શક્ય છે હવે સંબોધન; સમજીને
કહ્યો મેં તો પહેલો અક્ષર
ને બીજે દિવસથી પંખીનો બધો ઉમંગ
ઓસરી ગયો.
પછી તો હું ને પેલું ખાલી પાત્ર.
બહુ દૂર તો નથી ગયું પંખી
પણ એને જોતાં જ થાય છે કે
સારું હતું એ બધું પાંખમાં રાખીને
મોભારે ચઢી
મારી પાસે જે નથી એની બારાખડી ગોખવા બેઠું છે.