ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગોપી
ગોપી
સુન્દરમ્
ગોપી (સુન્દરમ્; ‘ગોપીથી હીરાકણી’, ૧૯૩૮) લગ્ન નિમિત્તે લોકોનું રંજન કરવામાં ગોપીની ટુકડી જાણીતી હતી. એક લગ્નમાં એક બાજુ ધનલાલચુ બાપ મોતી રાવળ છે અને બીજી બાજુ વટ પાડવા ઇચ્છતો વરનો બાપ ચતુરભાઈ છે પરંતુ ગોપી થઈ નાચતો ગોપી આ બેથી મુક્ત કોઈ કલાસમાધિની સ્થિતિમાં જઈ પડે છે. વાર્તામાં કલાના આંતરનિમિત્તનું ગૌરવ કરાયું છે.
ચં.