ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ડ/ડૉક મઝદૂર

Revision as of 02:23, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ડૉક મઝદૂર

ચંદ્રકાન્ત બક્ષી

ડૉક મઝદૂર (ચંદ્રકાન્ત બક્ષી, ‘૧૩૯ વાર્તાઓ’-૨, ૧૯૮૬) હડતાલ દરમિયાન પત્નીને કસુવાવડ થઈ જતાં નાણાંભીડ અનુભવતો ડૉક મઝદૂર મસૂદ યુનિયનને અવગણીને કામ પર હાજર થાય છે. યુનિયન લીડર મહમદ ઇઝરાયેલ મસૂદને મરણતોલ માર મારી કામ પર જતો અટકાવે છે. સમાધાન થતાં હડતાલ સમેટાય છે. ઇઝરાયેલનું સન્માન થાય છે. હતાશ મસૂદ ઘેર જઈ બીમાર બીવી-બચ્ચાને જોઈ કબૂતરની માફક છટપટે છે. ડૉક વર્કર્સના તબાહીભર્યા જીવનનું તાદૃશ્ય નિરૂપણ એ આ વાર્તાનો વિશેષ છે.
ર.