ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નેશનલ સેવિંગ્સ

Revision as of 15:20, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નેશનલ સેવિંગ્સ

પન્નાલાલ પટેલ

નેશનલ સેવિંગ્સ (પન્નાલાલ પટેલ, ‘પારેવડાં’, ૧૯૫૬) સરકારી નેશનલ સેવિંગ્સની જોહુકમીથી અબુધ ભીલો પર જે ગુજરી એનું અહીં આલેખન છે. ગ્રામીણ પ્રજાનાં ભોળપણ અને દારિદ્રયને એકસાથે વ્યંજિત કરાયાં છે. હળવા મર્મનો દોર કસબી તારની માફક એમાં ગૂંથાયેલો છે.
ચં.