ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માખી
માખી
રવીન્દ્ર પારેખ
માખી (રવીન્દ્ર પારેખ; ‘૨૦૦૧ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રમણ સોની, ૨૦૦૨) નાકસૂર રાજ્યના રાજાને નાકની તકલીફ છે. કશીય વાસ આવતાંની સાથે માખીઓ નાકને ઘેરી વળે છે. માખીના બેસવાથી છીંકાછીંક થતાં નાક ચૂએ છે તેથી લૂછણિયા રાખ્યા છે. આ દુ:ખમાંથી રાજાનો સાળો ઝોટિંગ બચાવે છે. પ્લાસ્ટિકના નિર્ગન્ધ ફૂલથી રાજાનું છીંકાછીંક બંધ થાય છે અને રાજ્યમાં પ્લાસ્ટિક ઉદ્યોગ છવાઈ જાય છે. યંત્ર અને તંત્રનો અતિરેક અહીં વ્યંગવિનોદપૂર્વક આલેખાયો છે.
ઈ.