અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/તો?

Revision as of 06:12, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તો?|ચિનુ મોદી `ઈર્શાદ}} <poem> શ્વાસમાં છલકાય છાની ગંધ તો? ને બધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તો?

ચિનુ મોદી `ઈર્શાદ

શ્વાસમાં છલકાય છાની ગંધ તો?
ને બધે ચર્ચાય આ સંબંધ તો?

કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે…લો ઋણાનુબંધ તો?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને —
કોક દરવાજો કરી દે બંધ તો?