ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વાની મારી કોયલ

Revision as of 03:18, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વાની મારી કોયલ

ચુનીલાલ મડિયા

વાની મારી કોયલ (ચુનીલાલ મડિયા: ‘ઘૂઘવતાં પૂર’, ૧૯૪૫) રવા પટેલ શેરડી પીલવાના ચીચોડાનો જગન આદરે છે. ગોળ રાંધવા કસબી ગોવાને ગળિયારા તરીકે રાખે છે. આ સાથે એકની એક દીકરી સંતુનો પણ મોટા આણાનો પ્રસંગ પણ છે. દાદા નેણશી ભગતને અફીણ આપવા વાડીએ આવેલી સંતુ ગોવા ગળિયારા સાથે સ્ખલન પામતાં અપરાધ ભાવે પોતે જ અફીણ ઘોળી લે છે. વાતાવરણ અને ભાષાનો કેફ કથાનકને પુષ્ટિ આપે છે.
ચં.