ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સરપ્રાઈઝ

Revision as of 02:31, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સરપ્રાઈઝ

કનુ અડાસી

સરપ્રાઈઝ (કનુ અડાસી, ‘અમર સંવેદનકથાઓ’, ૨૦૦૦) અમેરિકાથી દેશમાં પાછાં ફરતાં પુત્ર-પુત્રવધૂ અનિકેત-કેતકીને ઘરમાં જરાય અગવડ ન પડે એ માટે વૃદ્ધ માતા-પિતા કમલા અને નલિન બીજો માળ બંધાવીને પુત્રને સરપ્રાઇઝ આપવાનું વિચારે છે. એ કામ જેને સોંપાયું છે એ અનિકેતનો ઇજનેર મિત્ર ધવલ એમને એક સાઈટ પર લઈ જાય છે અને જોડાજોડ બનેલા બે બંગલા બતાવી કહે છે કે તમારા પુત્રે તમને સરપ્રાઈઝ આપવા આ બે બંગલાઓ બંધાવ્યા છે, એક એનો અને બીજો એના સસરાનો. પરાયા થઈ જતા પુત્રની વેદના વેઠતા વૃદ્ધ દંપતીના કારુણ્યનું સ્પર્શક્ષમ આલેખન થયું છે.
પા.