ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હીરા

Revision as of 09:06, 15 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હીરા

રણજિતરામ વાવાભાઈ મહેતા

હીરા (રણજિતરામ વાવાભાઈ મહેતા; ‘રણજિતરામ ગદ્યસંચય’ : ૧, ૧૯૮૨) નિષ્ફળ પ્રેમી હીરા અને મોતીસિંહ હીરાના અન્યત્ર લગ્ન પછી પણ મળતાં રહે છે. નદી તરીને મળવા આવતાં મોતીસિંહને બદલે હીરા નદી તરવાનું નક્કી કરે છે પણ ત્રાંબાને બદલે કાચી માટીના ઘડાને કારણે હીરા નદીમાં તણાય છે અને એને બચાવવા જતાં મોતીસિંહ પણ તેની સાથે જળસમાધિ લે છે. ‘વાત’માંથી ‘વાર્તા તરફની ગતિ નિર્દેશતી આ વાર્તાનું ઐતિહાસિક મહત્ત્વ છે.
ર.