અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/રંગભેદ

Revision as of 09:07, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રંગભેદ |અનિલ જોશી}} <poem> કાળો વર્સાદ મારા દેશમાં નથી કે નથી પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રંગભેદ

અનિલ જોશી

કાળો વર્સાદ મારા દેશમાં નથી
કે નથી પીળો વર્સાદ તારા દેશમાં,
આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ
ચામડીના ખોટા ગણવેશમાં,
ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો
હરિયાળા રંગનો નવાબ,
રે’તના અવાવરું કૂંડામાં સ્હેજ આતે
આંખ્યની ઉગાડ્યું ગુલાબ.
સંતરાની છાલ જેવો તડકો વરસે છે
બધે મારા કે તારા પરદેશમાં,
કાળો વર્સાદ મારા દેશમાં નથી
કે નથી પીળો વર્સાદ તારા દેશમાં.
કાળી માટીમાં મ્હોર્યો લીલોછમ બાજરો
ને કાળી છાતીમાં ગોરાં ધાવણ,
પાંદડાંની જાળીએથી લીલાછમ બાલમુકુંદ
નીકળી ગયા ને બેઠો શ્રાવણ!
ધોબીપછાડથીયે ઊજળાં થયાં નહીં
તો ગોરા થઈ જઈએ હવે કેશમાં,
કાળો ર્સાદ મારા દેશમાં નથી
કે નથી પીળો વર્સાદ તારા દેશમાં.