વિવેચનની પ્રક્રિયા/નિવેદન
નિવેદન
‘સમાન્તર’ ૧૯૭૬માં પ્રગટ થયા પછી લખાયેલા લેખો અને વ્યાખ્યાનોમાંથી કેટલાંક આ સંગ્રહમાં મૂક્યાં છે. બધાં જ કોઈ ને કોઈ સામયિકમાં પ્રગટ થયેલાં છે. તંત્રી–સંપાદકોનો આભારી છું.
આ પુસ્તક અંગે મારા મિત્ર ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્ર પાસેથી મળેલા પ્રતિભાવ માટે આભાર માની તેમને નહિ મૂંઝવું!
શ્રી ભગતભાઈ શેઠની મમતા આ પુસ્તકના પ્રકાશનમાં ભળેલી છે, એની નોંધ લેતાં આનંદ થાય છે.
મારા મિત્ર ડૉ. ધીરુ પરીખે ‘સૂચિ’ તૈયાર કરી આપી મોટી સહાય કરી છે, તેમનો ખૂબ આભારી છું.
૨, અચલાયતન સોસાયટી અમદાવાદ ૩૮૦૦૦૮ ૨૩ માર્ચ, ૧૯૮૧ રમણલાલ જોશી