સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જગજીવન ના. મહેતા/દરેક માણસ

Revision as of 09:03, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દરેક માણસ કરોડપતિ ન બની શકે, દરેક માણસ અખૂટ સંપત્તિનો સ્વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          દરેક માણસ કરોડપતિ ન બની શકે, દરેક માણસ અખૂટ સંપત્તિનો સ્વામી ન બની શકે, દરેક માણસ રાણા પ્રતાપ કે મહાત્મા ગાંધી ન બની શકે. પણ દરેક માણસ જાતમહેનત કરી શકે, પોતાનું શરીર તંદુરસ્ત રાખી બીજાને મદદરૂપ બની શકે, દુઃખીનું દુખ દૂર કરવા પુરુષાર્થ કરી શકે અને અંતે, વૃક્ષ પરથી પાકું ફળ જેમ ખરી પડે તેમ, પોતાનું આયુષ્ય પૂરું થતાં ઈશ્વરને ખોળે જવા તત્પર બની શકે. [‘મારાં જીવન-સંસ્મરણો’ પુસ્તક]