અથવા અને/અંધારામાં ભૂલા પડેલા એક સર્પને...
અંધારામાં ભૂલા પડેલા એક સર્પને...
ગુલામમોહમ્મદ શેખ
અંધારામાં ભૂલા પડેલા એક સર્પને
મેં આંગળી ચીંધીને
ચન્દ્રરેખા બતાવી.
હું જ્યારે પાછો ફર્યો ત્યારે એ
ચન્દ્રરેખા પર ગૂંચળું વળીને બેસી ગયો હતો.
નવેમ્બર, ૧૯૬૦
અથવા