અર્વાચીન કવિતા/તવારીખ :

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તવારીખ
૧૯૦૮ : ૨રમી માર્ચ જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે.
જન્મ નામ : ત્રિભુવનદાસ
માતાનું નામ : ઊજમબેન
પિતાનું નામ : પુરુષોત્તમદાસ કેશવદાસ લુહાર
૧૯૧૭ : લગ્ન કુ. મંગળાગૌરી સાથે.
અભ્યાસ : મિયાં-માતરમાં લોકલબોર્ડની શાળામાં ગુજરાતી સાત ચોપડી સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી. ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વરસ.
૧૯૨૫-૨૭ : ભરૂચમાંથી વિનીત થઈ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં ઉત્તમ લેખ માટે ‘તારાગૌરી ચંદ્રક’ પ્રાપ્ત થયો. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ નિબંધ માટે અખિલ ભારત વિદ્યાર્થી પરિષદનો પુરસ્કાર.
૧૯૨૬ : ‘સાબરમતી’માં ‘મરીચિ’ના ઉપનામથી ‘એકાંશ દે’ એ પ્રથમ કાવ્ય પ્રસિદ્ધ થયું.
૧૯૨૮-૨૯ : ‘સાબરમતી’માં ‘બારડોલીને’ એ કાવ્ય ‘સુન્દરમ્‌’ના : ઉપનામે પ્રસિદ્ધ થયું, ‘સાબરમતી’ના તંત્રીપદે.
૧૯૨૯ : સંસ્કૃત અને અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી સ્નાતક થયા. સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન.
૧૯૩૦ : શ્રી ઉમાશંકર જોશી સાથે મૈત્રી, ભારત સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું. એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ’ રચાયું.
૧૯૩૪ : જ્યોતિસંઘમાં શિક્ષક તરીકેના કાર્યનો આરંભ. ‘કાવ્યમંગલા’ માટે ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’.
૧૯૩૫ : વર્ષના અંતમાં દક્ષિણ હિન્દનો પ્રવાસ.
૧૯૩૭ : ૩જી એપ્રિલ, પુત્રી સુધાનો જન્મ.
૧૯૪૦ : પોંડિચેરીમાં શ્રી અરવિન્દનાં દર્શને.
૧૯૪૫ : ફરી પોંડિચેરી શ્રી અરવિન્દદર્શને.
૧૯૪૫ : આ સમય લગીના અમદાવાદ નિવાસ દરમિયાન ‘બુધસભા’, ‘મિજલસ’, ‘પ્રગતિશીલ સાહિત્ય મંડળ’, ‘લેખક મિલન’ વગેરે ઔપચારિક-અનૌપચારિક સંસ્થાઓનાં સંસ્થાપન-સંચાલનમાં ભાગ લીધો.
૧૯૪૫ : શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ
૧૯૪૬ : ‘અર્વાચીન કવિતા’ માટે ‘મહીડા પારિતોષિક’.
૧૯૪૭ : ૧૫ ઑગસ્ટથી પોતાના તંત્રીપદે શ્રી અરવિન્દના જીવનદર્શનનું અનુશીલન કરતું ત્રૈમાસિક ‘દક્ષિણા’ પ્રગટ.
૧૯૫૨ : ‘યાત્રા’ કાવ્યસંગ્રહ માટે ‘નર્મદ સુવર્ણચંદ્રક’.
૧૯૫૪ : ચિદમ્બરમ્‌ ખાતે પી. ઈ. એન. યોજિત ત્રીજી અખિલ ભારત લેખક પરિષદમાં ભાગ લીધો.
૧૯૫૯ : ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતેના ૨૦મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખપદે વરાયા.
૧૯૬૭ : વસનજી ઠક્કર વ્યાખ્યાનમાળાના ઉપક્રમે મુંબઈ યુનિવર્સિટીનાં વ્યાખ્યાનો.
૧૯૬૮ : ‘અવલોકના’ માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવૉર્ડ. રજી સપ્ટેમ્બરે સૌ. મંગળાગૌરીનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ મુકામે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના રપમા અધિવેશનના પ્રમુખપદે વરાયા. ‘તપોવન’ ગ્રંથનો અર્પણ સમારંભ, મુંબઈ. શ્રી અરવિન્દ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિધાનગર.
૧૯૭૧ : ૐ પુરિ નગર રચના માટે જમીન શોધ પ્રક્રિયા.
૧૯૭૪ : આફ્રિકા, ઝામ્બિયામાં શ્રી અરવિન્દ શિબિર.
૧૯૭૫ : સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર દ્વારા ડી. લિટ્‌.ની માનદ્‌ ડિગ્રી એનાયત થઈ (૧૫-૧૨-૭૫).
૧૯૭૯ : સુરતની દક્ષિણ યુનિવર્સિટીમાં શ્રી અરવિન્દ વિષે પાંચ વ્યાખ્યાન.
૧૯૮૩ : ૐ પુરિ નગર રચવાનું માતર પાસે વાત્રક તીરે ખાતમુહૂર્ત (૧૧-૧૧-૮૩).
૧૯૮૪ : અમૃત મહોત્સવ ઉજવણી, અંબાજી અને મિયાં-માતર (વતન)માં.
૧૯૮૫ : ‘પદ્મભૂષણ’ એવૉર્ડ રાષ્ટ્રપતિ ઝૈલસિંહના હસ્તે, દિલ્હી (૧૬ માર્ચ).
૧૯૮૭ : દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ. ફ્રાન્સમાં પૅરિસના ‘તપોવન’ કેન્દ્રમાં શ્રી અરવિન્દ શિબિર. લંડનમાં ૨૩ સપ્ટેમ્બરે ‘શ્રી અરવિન્દ હાઉસ’નું નિર્માણ.
૧૯૮૯ : ફરી લંડનમાં ‘શ્રી અરવિન્દ હાઉસ’માં શ્રી માતાજી તથા શ્રી અરવિન્દની છબીઓની સ્થાપના.
૧૯૯૦ : ગુજરાત સરકારે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રનો રૂ. એક લાખનો ‘શ્રી નરસિંહ મહેતા’ પુરસ્કાર અર્પણ કર્યો (રપ જાન્યુઆરી).
૧૯૯૧ : ૧૩ જાન્યુઆરીએ દેહોત્સર્ગ.