અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ફૉકલૅન્ડ રોડને જોતાં
ફૉકલૅન્ડ રોડને જોતાં
પ્રિયકાન્ત મણિયાર
રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
ઉલ્કા કશી આ નભથી ખરી અહીં.
સમુદ્ર ને નીર સુપ્રાપ્ય શર્કરા!
હેમંતમાં આંહીં વસંતના ઝરા!
શાં પ્રીતિનાં પ્રેત? રહસ્ય ભીતિનાં?
અનંગ! તારી રતિની સ્થિતિ આ!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)