અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/અવિરામ
અવિરામ
રાધેશ્યામ શર્મા
નિસરણીઓ
નિસરી
ભૂકંપિત
બજારમાં
મકાનો
ગોતવા
અને
મન્દિરો
મળ્યાં
ત્યાં
શિખર
વિહોણા
બાવન
ગજની
ધોળી
ધજાઓને
વીંટાઈ
સૂતેલાં
શું
ગાઉં
મારો
રાવણહથ્થો
ઘરબાઈ
પડ્યો છે
કો’ક
અજાણ્યા
પગથિયામાં.
ફેબ્રુઆરી, કવિ