ઋણાનુબંધ/નદીએ દરિયાને કહ્યું
નદીએ દરિયાને કહ્યું
કોઈ પણ પ્રકારનાં ત્રાગાં વિના
છણકા વિના
વેદનાના સણકા વિના
નદીએ દરિયાને કહી દીધું:
‘જા! તારી સાથે રહેવું પણ નથી
કે
તારામાં વહેવું પણ નથી.
હું તારે સ્વાધીન થાઉં
એ તો જરૂર હશે
કોઈ ગયા જનમની વાત!’