ઋતુગીતો/પંજાબી બારમાસી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પંજાબી બારમાસી

[આ ગીત અને આવાં બીજાં બે-ત્રણ જ શ્રી સંતરામ બી.એ.એ પોતાના ‘પંજાબગીત’ નામક સંગ્રહમાં સંઘરેલ છે, એ ત્રણેય ગીતો દાંપત્યના વિરહનાં જ છે.]

પરે બે બસાખ ચલ પિયા પ્યારે

નૈણાં નૂં નીંદ ન આએ,

નૈણાં નૂ નીંદન આમદી ચીરે વાલેઆ!

મૈંનું લૈ ચલ અપને નાલ,

ઘોડે મૈં પાલકી, મં ચલાં થુઆડડે

તેરે નૈણાં દી સૌંહ, નાલ!

જેઠ લોઈ નં એસી ઉગમી

જેસી અગન બજા,

પાની કોરે મટ્ટદા ચીરે વાલેઆ!

મૈનૂં હટ્ટોહટ્ટ બજાર.

આ વૈશાખ માસે હે પ્રિય સ્વામી, તું પરદેશ ચાલ્યો. મારા નયનોમાં નીંદ નથી આવતી. નયનોમાં નીંદ નથી આવતી, હે વહાલા! મને તારી સાથે લઈ ચાલ. તું ઘોડે બેસજે ને હું પાલખીએ બેસી તારી સાથે ચાલીશ. જેઠમાં મને એવી લૂ લાગે છે કે જેવી અગ્નિ હોય. હે વહાલા! હું કોરી મટકીનું શીતળ પાણી શોધવા હાટે હાટે ભમી છું.

હાડ કાંગ ઉડામદી મૈનૂં

ઉડ કાગા લે જા!

ભઠ્ઠ પવે તેરી દોસ્તી મેર લાલ થિઆયા!

મૈનૂં તેરે નેણાં દી સૌંહ જા!

ચુન ચુન ખામીં હડ્ડિયા કાગ બચારેઆ,

મેરા ચુગ ચુગ ખા લમીં માંસ,

રખ લમીં દો અકિખયાં, મૈનૂ ફેર મિલનદી

તેરે નૈણાં દી સોંહ, આસ!

સાવન ગનિયર બર્હ રિહા,

મૈનૂં મિન્હીં મિન્હી પવે ફુઆર2,

ઇશર પૈર ન ડોબદી ચીરે વાલેઆ,

મેરી નેબરડી3 ભિજ જા.

અબે ડિઠે બાઝ ન જીમદી મૈનૂં ચોથા સમાન

તેરે નેણાં દી સૌંહ આ.

ભાદો’ તા ઉડન ભંબરિયાં4

મૈનૂં કોયલ શબ્દ સુના.

આષાઢમાં હું કાગડા ઉડાડું છું. હે કાગા! મને તેડી જા! જ્યાં મારો લાલ હોય ત્યાં. હે કાગા! મારાં હાડમાંસ ચૂંટી ચૂંટી ખાઈ જજે. ફક્ત મારી બે આંખો રહેવા દેજે, મને પતિના મિલનની ફરી એક વાર આશા છે. શ્રાવણમાં વાદળ વરસી રહ્યું છે. નાનાં ફોરાં પડે છે. હું કીચડમાં પગ નથી મૂકતી, કેમકે મારી નેવળ (નૂપુર) ભીંજાઈ જાય. તમે ગયાને આજ ચાર વર્ષ થઈ ગયાં હવે તમને દીઠા વિના જિવાતું નથી. ભાદરવામાં ભમરા ઊડે છે. કોયલના શબ્દો સંભળાય છે.

થાલી ટુટ્ટી કંઢેઓ ચીરે વાલેઆ, મેરે માહી નૂં ફૂટડી મસ્સે

અબ તો બૈઠેઆ ઘર ગાલિયાં દિંદડી તેરે નૈણાં દી સૌંહ સસ્સે

દિન્હી હૈ તા દેણ દે ભાગ સલોનિએ મેરી નાજુક જેહીએ નારે,

જો સુખ કટેઆ પેઈએ દુઃખ કટ સસ્સૂદે, તેરે નૈણાં દી સૌંહ, નાલે!

અસ્સૂ તા ઐસિયાં પાઉદી મેરા કદ ઘર આવે પિયા!

તૈં બાઝોં મેરે સાજના મેરા બિસરેઆ જાંદા તેરે નેણાં દી સૌંહ, જિયા!

સોને દી મેરી આરસી ચીરે વાલેઆ, બિચ સીસા હૈ બજીર,

પા નનાને ઔંસિયાં તેરા કદ ઘર આમદા તેરે નૈણાં દી સૌંહ, વીર!

કત્તક તા કત્તે નાજો કામની મૈંનૂ કત નિકડા સૂત

સિર ઝમકકે સૂહી દામલી, ગલ મોતિયાંદી લડી … … … …

એ વહાલા! થાળીનો કાંઠો ફૂટી ગયો અને તને મૂછો ફૂટી રહી છે, તું બેઠા છતાં મને સાસુ ઘરમાં ગાળો દઈ રહી છે. દેતી હોય તો દેવા દેજે, હે મારી કોમલાંગી સ્ત્રી! પિયરમાં જો તેં સુખ નિર્ગમ્યું છે તો સાસુ પાસે રહીને ભલે દુઃખ વેઠી લે. આસો માસમાં જોષ જોવરાવું છું કે ક્યારે મારો પિયુ ઘેર આવે! તારા વિના હે મારા સાજન, મારો જીવ બેશુદ્ધ બની જાય છે. કાર્તિકમાં હું નાજુક કામિની બારીક સૂતર કાંતી રહી છું. શિર પર લાલ ચૂંદડી અને ગળામાં મોતીની માળા ઝલકે છે.

મગ્ધર લેફ રૅગામદી મૈનૂઁ

પોહ પિયા લૈજા!

ઓણાઁ હે તાઁ અજ આ ચીર વાલેઆ,

નહીં ફેર કીં કરેગા!

મહા સિયાલા કટ્ટેઆ

ઘર જુન્નૂડે ગલ લા,

માધ લોહડી મેરે ઘર આઈ

મૈં તો બૈઠી ઘડી બન્હા.

ધડી-પુડી બન્હાય કે ચીરે વાલેઆ,

મૈં તાં રહી ઉડીક ઉડીક,

અસ બગાને પુત્ત ને

મૈંનૂં બધકે લાઈ લીક.

ફગ્ગન ફગુઆ મૈં ખેલદી

મૈંનૂં અતર અબીલ ગુલાલ,

ચેત મરુઆ પૂજદી

પૂજાંગી રાહ રુબેલ.

માગશરમાં હું મારી ઓઢણી રંગું છું. હે પ્રિય! મને પોષમાં લઈ જા. આવવું હોય તો તું આજે આવ, નહિ તો પછી આવીને શું કરીશ? આ આકરો શિયાળો મેં ગોઠણને ગળા સાથે લગાવીને (ઠંડીને લીધે, ઉભડક પગે, ગોઠણ વચ્ચે માથું રાખીને) વિતાવ્યો છે. માહ મહિનામાં લોહડી (મકર-સંક્રાતિ)નો તહેવાર આવ્યો. હું બેઠી બેઠી ધડી-પુડી બનાવું છું. ધડી-પુડી બનાવીને હું તો તારી વાટ જોતી થાકી ગઈ. આ પરાયા પુત્રે મને બહુ કલંકિત કરી.

ફાગણમાં અત્તર અને અબીલ-ગુલાલ વડે ફાગ ખેલું છું. ચૈત્રમાં તારા આગમનને ખાતર હું મરવો પૂજી રહી છું.