એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ


અશોક પ્રકાશન

નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-2

પ્રથમ પ્રકાશન

Aristotale’s Poetics – Translation, notes and introduction in Gujarati by Aniruddh Brahmbhatt, 1969.


© અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ


પહેલી આવૃત્તિ : મે, 1969

પ્રકાશક
અશોક પ્રકાશન વતી
ભોગીલાલ પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર,
162, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-2

મુદ્રક:

સુરેશ પી. દેસાઈ
સુરેશ પ્રિન્ટરી,
નવસારી.

કિંમત : સાડા ત્રણ રૂપિયા.


અર્પણ


પિતાજીની સ્મૃતિને

ક્રમ
  • ભૂમિકા
  • ભાષાન્તર
  • નોંધ
  • પર્યાયસૂચિ
  • સંદર્ભસૂચિ

નિવેદન

એરિસ્ટોટલના Poeticsનો આ ગુજરાતી અનુવાદ પ્રગટ કરતાં આનંદ અને ક્ષોભ બંને અનુભવું છું. આનંદ એટલા માટે કે આ નાનકડો મહાન ગ્રંથ ગુજરાતી ભાષામાં પહેલી જ વાર ઊતરે છે. ક્ષોભ એટલા માટે કે આ દુસ્સાહસ કર્યું છે! આમેય અનુવાદકાર્ય કોલસાની કોટડીમાં હાથ નાખવા જેવું કાર્ય ગણાયું છે; ને આ તો એરિસ્ટોટલ જેવાનો સાહિત્યતત્ત્વવિચારનો પાયાનો ગ્રંથ! ગ્રીક ભાષા હું જાણતો નથી. અંગ્રેજીમાં થયેલાં કેટલાંક વિખ્યાત ભાષાન્તરોને મેં નજરમાં રાખ્યાં છે. એમાં બૂચર, બયવોટર, ડોર્શ, પોટ્સ, માર્ગોલિથ, લેન કૂપર અને હેમિલ્ટન ફાઈફનાં ભાષાન્તરો મુખ્ય છે. બૂચરના અનુવાદને કેન્દ્રમાં રાખ્યો છે.

અનુવાદમાં ટ્રૅજેડી, કોમેડી જેવી સંજ્ઞાઓનું ગુજરાતીકરણ કેટલે અંશે નિર્વાહ્ય, એ પ્રશ્ન તો છે જ. અમુક સાહિત્યસ્વરૂપ અમુક સંસ્કૃતિવિશેષનું ફળ હોય છે. એની સંજ્ઞામાં એની સંસ્કૃતિવિશેષની પરમ્પરા સચવાતી હોય છે અને તેનાં ગુણલક્ષણો જળવાતાં હોય છે. અનુવાદમાં ભિન્ન સંજ્ઞા પ્રયોજીએ તો મૂળ સંજ્ઞામાં સચવાતો સંદર્ભ જોખમાતો હોવાનું ઘણાને લાગ્યું છે. એટલે મેં પર્યાયસૂચિમાં મૂળ સંજ્ઞાઓ આપી છે જેથી અભ્યાસીને સુગમતા થાય. Iambic માટે ‘લઘુગુરુ દ્વિમાત્રિક’ અને Trochaic tetrametre માટે ‘ગુરુલઘુ દ્વિમાત્રિક ચતુષ્પદી વૃત્ત’ જેવા પર્યાયો ડો. મહેન્દ્ર ચતુર્વેદીએ કરેલા હિંદી અનુવાદમાંથી મેં લીધા છે. પણ એ નભી શકે તેવા નથી. Stressed અને unstressed syllable પર આધારિત છંદોરચનામાં લઘુગુરુ શબ્દો ગેરસમજ ઊભી કરે એવો સંભવ છે. એટલે મૂળને જ કાયમ રાખીને વાંચવા વિનંતી છે. Metaphor માટે ‘રૂપક’ પર્યાય સંતોષકારક નથી. બીજો યોગ્ય પર્યાય મળશે ત્યારે એને બદલવાનું મનમાં છે.

આ અનુવાદ આ પહેલાં ‘ગ્રંથ’માં હપતાવાર પ્રગટ કરવા બદલ ‘ગ્રંથ’ના ઉત્સાહી તંત્રી શ્રી યશવંત દોશીનો હું આભારી છું. આ ગ્રંથનું પ્રકાશન કરવાની જવાબદારી શ્રી ધનજીભાઈ અને ભોગીભાઈએ સ્વીકારી લીધી અને મુદ્રણકાર્ય શ્રી સુરેશભાઈએ સંભાળી લીધું તેને સુયોગ સમજું છું.

4-3 -‘69

અ.