કુતુબ અબ્દુલહુસેન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કુતુબ અબ્દુલહુસેન, ‘આઝાદ’ (૨૭-૧૧-૧૯૨૨) : કવિ. જન્મ બગસરામાં. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન ઉર્દૂનો અભ્યાસ. એમણે ‘આગ અને બાગ’ (૧૯૬૪), ‘હસતા જખ્મો’ (૧૯૬૯), ‘શરણાઈ’ (૧૯૭૨), ‘અરમાન’ (૧૯૭૩), ‘લોહીની ખુશ્બૂ’ (૧૯૭૩), ‘તસવીરે કરબલા’ (૧૯૮૦), ‘ધૂપછાંવ’ (૧૯૮૩), ‘પનઘટ’ (૧૯૮૩) જેવા ગઝલ અને મુક્તકોના સંગ્રહો આપ્યા છે.