ખારાં ઝરણ/સાચું છે કે ખોટું છે
સાચું છે કે ખોટું છે?
આંસુથી શું મોટું છે?
હોય અહીં વિસ્તરતું રણ,
ખાલી ખોટી દોટું છું.
યાદ રહે ક્યારે અમથું?
ઘેરી ઘેરી ચોટું છે.
પંખીએ જળમાં જોયું,
‘માળું, મારું ફોટું છે.’
સ્વપ્ન નથી આવ્યાં પરબારાં,
પાંપણ પર પરપોટું છે.
૧૮-૨-૨૦૦૮