ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લાઠી સ્ટેશન પર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાઠી સ્ટેશન પર

દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

૧૬-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)