ગુજરાતી નારીસંપદા : કવિતા/જોઈએ
જોઈએ
રેખા પટેલ ‘વિનોદિની’
⯐
આ જિંદગીને જીવવા આધાર જેવું જોઈએ,
ને હૃદયને ધડકવા કંઈ ભાર જેવું જોઈએ.
એમ તો ચાલે નહીં આ રથ જીવનનો રાહમાં,
એને ક્યાંક તો થોભવા સંસાર જેવું જોઈએ.
દુ:ખ સિવાય સુખની કદર ના આવે કોઈને,
દૂર ફેંકવા તીર, કમાને ટંકાર જેવું જોઈએ.
તકલીફમાં ખુદને મળવાની છે મજા અલગ,
સર્જવા આકાર કરવતને ધાર જેવું જોઈએ.
એક શ્વાસમાં ઉગવાનું, ને એમ આથમી જવું,
માણવા આ જીવન, ગીતાના સાર જેવું જોઈએ.
***