ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કૃતિ-પરિચય
‘ગજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ’ આ સૂચિના સંપાદક પ્રસાદ બ્રહ્મભટ્ટ છે. આ સૂચિમાં ગુજરાતી અને હિંદી વિષયમાં વિવિધ સંશોધકોએ તૈયાર કરેલા શોધનિબંધોની સૂચિ આપવામાં આવી છે. સૂચિમાં ઈ.સ. ૧૮૫૭થી ૨૦૦૨ સુધીના સમયગાળાના કવિઓ, કૃતિઓ તથા વિશિષ્ટ સંદર્ભોની સામગ્રી સમાવિષ્ટ છે. વિષયસામગ્રીને સૂચિમાં મુખ્ય બે વિભાગોમાં વર્ગીકૃત કરી છે. એમાં સામગ્રી અંતર્ગત પણ વિષયવર્ગીકરણ કરવામાં આવ્યું છે. પહેલા વિભાગમાં કૃતિ વિવેચન તથા સર્જક મૂલ્યાંકન વિવેચનવિષયક શોધપ્રબંધોની સામગ્રી છે અને બીજા વિભાગમાં કથાવિવેચન, ટૂંકીવાર્તા, કવિતા, નાટક, સર્જકમૂલ્યાંકન, સાહિત્ય સિદ્ધાંત અને ભાષાશાસ્ત્ર વિષયક સામગ્રીના શોધપ્રબંધ સમાવ્યા છે. સૂચિમાં જ્યાં શક્ય બન્યું ત્યાં શોધનિબંધો વિશે ટૂંકો પરિચય પણ જોડવામાં આવ્યો છે. સંશોધન કરનારા અભ્યાસીને આ સૂચિનો ઉપયોગ બેત્રણ રીતે ઉપયોગી બનશે. ૧) ભૂતકાળમાં થયેલા સંશોધનોનો ઇતિહાસ મળશે. ૨) પૂર્વકાલીન સંશોધકોની સંશોધન પદ્ધતિઓની જાણકારી મળશે. ૩) સંશોધનનો વિષય પસંદ કરવામાં સહાય મળશે.
– કીર્તિદા શાહ