ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખંડાનંદ-અખંડ મુનિ
અખંડાનંદ/અખંડ(મુનિ) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ભક્તિવિષયક કેટલાંક પદો(૩ મુ.)ના કર્તા. સંસ્કૃત ભાષામાં‘પુરુષોત્તમકવચ’અને ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ જેવી કૃતિઓ પણ તેમની પાસેથી મળી છે. કૃતિ : કીર્તનમુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮. સંદર્ભ : ગૂહાયાદી. [હ.ત્રિ.]