ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અત્તરશાહ
અત્તરશાહ [ ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂરજગરશિષ્ય. એમનાં મુદ્રિત ૨ ભજનોમાંથી ૧માં શરીરનું જંતરી તરીકે રૂપકાત્મક વર્ણન કર્યું છે અને યોગની પરિભાષામાં અલખનો અનુભવ આલેખ્યો છે. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). [ર.ર.દ.]