ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરહર્ષ ગણિ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમરહર્ષ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)ના શિષ્ય. ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]