ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આણંદ-૨ [ઈ.૧૫૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિ-સાધુવિજયની પરંપરામાં કમલસાધુના શિષ્ય. ૨૯ કડીના ‘પંચબોલગર્ભિત-ચોવીસજિન-સ્તવન’(ર. ઈ.૧૫૦૬; મુ.)ના કર્તા. આ કૃતિ ક્વચિત્ ભૂલથી આણંદવિજય તેમ જ કમલવિજયને નામે નોંધાયેલી મળે છે. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. રત્નસાર : ૨; પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧ [કુ.દે.]