ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આલમચંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આલમચંદ આલમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની ‘મૌન-એકાદશી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની ‘જીવવિચારભાષા/જીવવિચાર-સ્તવન’ (૨. ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિત-કૌમુદી-ચતુષ્પદી’ (૨. ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, માગશર સુદ ૪) અને ઈ.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ‘ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.] આલુ [       ] : જૈન. ‘બાર ભાવના’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]