ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમચંદ-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉત્તમચંદ-૩ [ઈ.૧૮૦૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ કડીના ‘કેસરિયા-સલોકો’ (૨.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ફાગણ -૯)ના કર્તા. સમય જોતાં ઉત્તમવિજય - ૩ હોવાની શક્યતા વિચારી શકાય. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ - ‘કતિપય ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [ર.સો.]