ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસાગર-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉદયસાગર - ૧ [ઈ.૧૬૨૦(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુધર્મગણિની પરંપરામાં સહજરત્નના શિષ્ય. રત્નશેખરની મૂળ પ્રાકૃતક કૃતિ, ‘લઘુક્ષેત્રસમાસ-પ્રકરણ’ પર બાલાવબોધ(ર.ઈ.૧૬૨૦?/સં. ૧૬૭૬ ?, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ :૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]