ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઊગમશી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઊગમશી [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર. [કૌ.બ્ર.]