ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઊજલ-ઉજ્જવલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઊજલ/ઉજ્જવલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન શ્રાવક. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. ૪ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૮૮; સ્વલિખિત પ્રત ઈ.૧૬૦૨) અને ૬૩૧ કડીના, નવકારની ૬ કથા નિરૂપતા ‘નવકાર-રાસ/રાજસિંહ-કથા’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, વૈશાખ-, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ]