ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિવિજય વાચક-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઋદ્ધિવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘વરદત્તગુણમંજરી-રાસ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, ફાગણ સુદ ૩, ગુરુવાર) તથા ‘રોહિણી-રાસ’ (ર.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]