ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકરત્ન-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કનકરત્ન-૨ [ઈ.૧૭૧૧ સુધીમાં] : જૈન સાધુ. પંડિત હેમરત્નના શિષ્ય. પૂર્ણમાગચ્છના જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય હેમરત્નના શિષ્ય હોવાની શક્યતા. તો સમય ૧૬મી સદી ઉત્તરાર્ધ કે ૧૭મી સદીનો પ્રારંભ ગણાય. એમણે રચેલાં ઋષભદેવ વિશેનાં કેટલાંક સ્તવન અને ગીત (લે. ઈ.૧૭૧૧) નોંધાયેલાં મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]