ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકવિજય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કનકવિજય : આ નામે કેટલીક કૃતિઓ જેમ કે ૭ કડીનું ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૬૫૨), ૯ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૮૩૩), ૫ કડીનું ‘આદીશ્વરજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘ગુરુ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘ચોવીસજિન-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) ૨ કડીનું ‘મહાવીર જિન-ગીત’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૧૩૭ કડીની ‘(ગુરુ) પરિપાટી વર્ણન-સઝાય/પટ્ટધરગુણવર્ણન-સઝાય (લે.ઈ. ૧૭૩૩) નોંધાયેલ મળે છે તે કયા કનકવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પણ ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્ત્વન’ના કર્તા સમયદૃષ્ટિએ જોતાં કનકવિજય-૨ હોવાની શક્યતા છે અને ‘ગુરુ-સઝાય’ તે કદાચ કનકવિજય-૧કૃત ‘હીરવિજયસૂરિ-સઝાય’ જ હોય. સંદર્ભ : ૧. મુપુગુહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]