ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કિશોરદાસ
કિશોરદાસ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. ભરૂચના વતની ત્રિકમભાઈના પુત્ર અને મોહનભાઈ (જ.ઈ.૧૬૦૭)ના નાના ભાઈ.માતાનું નામ ફૂલાં. ગોકુળનાથવિષયક શયનનું ધોળ (*મુ.) આદિ કેટલાંક ધોળના કર્તા. કૃતિ : *ગોકુલેશ ધોળ પદ માધુરી, સં. ચિમનલાલ મ. વૈદ્ય, -. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદ્મણિ શ્રી મોહનભાઈ.’ [શ્ર.ત્રિ.]