ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણાબાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃષ્ણાબાઈ [               ]: વડનગરનાં વતની. જ્ઞાતિએ નાગર. આ કવયિત્રીનું ૯૩ કડીનું દેશીબંધમાં રચાયેલું ‘સીતાજીની કાંચળી’(મુ.) કાવ્ય સુવર્ણમૃગને મારી લાવવા વિશેના સીતાના રામ તથા લક્ષ્મણ સાથેના વિવાદ-સંવાદને અને તદનુષંગે સીતાના સ્ત્રીહઠપ્રેરિત માનસને રસાત્મક રીતે રજૂ કરે છે. વળી એ કૃતિમાં આ પૂર્વે ‘સીતાવિવાહ’ અને ‘રુક્મિણીહરણ’ રચાયાનો નિર્દેશ પણ તેમણે કર્યો છે. રુક્મિણીને પરણવા જતાં શ્રીકૃષ્ણનું વર્ણન કરતું પદ ‘શ્રીકૃષ્ણની ઘોડી’ મુદ્રિત મળે છે તે જ ‘રુક્મિણીહરણ’ તરીકે ઓળખાવાયેલ હોય અથવા તો ‘રુક્મિણીહરણ’નો ભાગ હોય એમ બને. એમણે કૃષ્ણવિષયક હાલરડાં(મુ.) તથા અન્ય પદો પણ રચ્યાં છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃકાદોહન:૧,૫. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]