ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખીમણ [               ]: નિજિયાપંથના ભજનિક કવિ. જ્ઞાતિએ મેઘવાળ. ‘મેઘા ખીમણ’ એવી નામછાપ ધરાવતા હિંદી-રાજસ્થાનીની છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલા આ કવિના ૪ કડીના ૧ પદ(મુ.)માં યોગમાર્ગી પદાવલિમાં અધ્યાત્મઅનુભવનું વર્ણન થયેલું છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, સં. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭. [કી.જો.]