ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમચંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખેમચંદ [ઈ.૧૭૦૫ના અરસામાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં મુક્તિચંદ્રના શિષ્ય. એમના ‘ચોવીસ-જિન-સ્તવન’ (લે. ઈ.૧૭૦૫)ની હસ્તપ્રત એમના શિષ્ય મુનિ વીરચંદ્રે લખેલી છે, તેથી એમને ઈ.૧૭૦૫ના અરસામાં હયાત ગણી શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [શ્ર.ત્રિ.]