ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોડીદાસ
ગોડીદાસ [ઈ.૧૬૯૯માં હયાત] : જૈન. ૨૪ ઢાળ અને ૬૦૫/૭૦૫ કડીના ‘નવકાર-રાસ/રાજસિંહરત્નવતી-રાસ’ (૨.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, આસો સુદ ૧૦, મંગળવાર)માં “પ્રભુ પાસ ગોડીદાસ પભણે” એવી પંક્તિ મળે છે, પરંતુ અન્યત્ર પણ ગોડીપાર્શ્વનાથની કૃપાનો ઉલ્લેખ થયેલો છે તેથી કોઈ અજ્ઞાતનામા કર્તાએ પોતાનો ગોડીના દાસ તરીકે નિર્દેશ કર્યો હોય એમ પણ બને. તપગચ્છના વિજયરત્નસૂરિના રાજ્યકાળમાં રચાયેલી આ કૃતિના કર્તા વિજયરત્નસૂરિના કોઈ શિષ્ય કે અનુયાયી શ્રાવક હોઈ શકે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]