ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકેસર મુનિ
જયકેસર(મુનિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. અભયસિંહસૂરિશિષ્ય જયતિલકસૂરિ(ઈ.૧૪૦૩)ના શિષ્ય. જયતિલકસૂરિની હયાતીમાં રચાયેલી જણાતી ૩૨ કડીની ‘જયતિલકસૂરિચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ ૨. જૈમગૂકરચનાએં: ૧.[શ્ર.ત્રિ.]