ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાવડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જાવડ [ઈ.૧૫૧૫માં હયાત] : આખ્યાનકાર. મલિયાગર (મલબાર ?)ના બદનાવર/નાઓલ ગામની વતની. જ્ઞાતિએ વણિક. પોતાને વ્રજનાથ/વીજેનાથના દાસ તરીકે ઓળખાવે છે. એમણે પ્રસિદ્ધ શિવરાત્રિકથાને વિષય કરતી, તત્કાલીન સામાજિક સ્થિતને આલેખતી ને ઉપદેશાત્મક અંશોવાળી, ચોપાઈ-પૂર્વછાયાની ૪૦૦ કડીની ‘મૃગલી-સંવાદ/મૃગી-સંવાદ/શિવરાત્રિકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૫/સં. ૧૫૭૧, મહા-૭, મંગળવાર) એ કૃતિ રચી છે. સંદર્ભ : ૧.[ર.સો.]