ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જિનચંદ્ર(સૂરિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૪૭ ઢાળની ‘મેઘકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, કારતક સુદ ૫)ના કર્તા. જુઓ જિનેશ્વરસૂરિ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨).[ચ.શે.]