ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનશેખર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જિનશેખર [               ]: જૈન સાધુ. જિનતિલકસૂરિના શિષ્ય. ‘શેખર’ એ નામછાપ ધરાવતી ૨૫ કડીની ‘ચતુર્વિંશતિ-નમસ્કાર’ એ કૃતિના કર્તા. લઘુખરતરગચ્છની શ્રીમાળી શાખાના ૧૫મી સદી પૂર્વાર્ધમાં હયાત જિનતિલકસૂરિના શિષ્ય હોવાની સંભાવના. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]