ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસાગર સૂરિ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જિનસાગર(સૂરિ)-૧ [ઈ.૧૪૪૫માં હયાત] : ખરતરગચ્છની પિપ્પલક શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. નેમિચંદ્ર ભંડારીની મૂળ પ્રાકૃત, ૧૬૧ કડીના ‘ષષ્ટિશતક-પ્રકરણ’ ઉપરના બાલાવબધ(ર.ઈ.૧૪૩૫/૧૪૪૫; મુ.)ના કર્તા. સંસ્કૃતમાં ‘કર્પુરપ્રકરણ’ પર અવચૂરિ અને ‘હેમ-લઘુવૃત્તિ’ના ૪ અધ્યાયની દીપિકા પણ તેમની પાસેથી મળે છે. કૃતિ : (નેમિચંદ્ર ભંડારી વિરચિત) ષષ્ઠિશતક પ્રકરણ (ત્રણ બાલાવબોધ સહિત), સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩(+સં.). સંદર્ભ ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]