ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનોદય સૂરિ-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જિનોદય(સૂરિ)-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં જિનસુંદરસૂરિના શિષ્ય. ‘સુરસુંદરીઅમરકુમાર-રાસ/સુરસુંદરીસુરકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯, શ્રાવણ-), ‘પંચાખ્યાન-બાલાવબોધ (બીજક સાથે)’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, ચૈત્ર વદ ૧૩, મંગળ/શુક્રવાર), ‘અંજના હનુમાન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, મહા સુદ-), ‘સુયગડાંગ-બાલાવબોધ’ તથા હિન્દીમાં ‘ચોવીસજિનસવૈયા’ના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૩ મુપુગૂહસૂચી. [ચ.શે.]