ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવરામ
જીવરામ [ઈ.૧૭૪૪માં હયાત] : ધોળકાના વતની. અવટંકે ભટ્ટ જ્ઞાતિએ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ. આ કવિનું ‘જીવરાજ શેઠની મુસાફરી’ (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, પોષ સુદ ૧; મુ.) હીર છંદની ચાલમાં રચાયેલું, પ્રેમાનંદના ‘વિવેક વણજારો’ પ્રકારનું, ૮૭ કડીનું રૂપક કાવ્ય છે. શિવરાજના પુત્ર જીવરાજના વાણિજ્ય અર્થે થતા પ્રવાસની રૂપકકથાથી કવિએ અદ્વૈતના જ્ઞાનબોધનું સારું નિરૂપણ કર્યું છે. કૃતિ : બૃકાદોહન : ૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય.[ર.સો.]