ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેરામ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જેરામ-૧ [ઈ.સ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ] : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. અવટંકે જાની. મુંદ્રા (કચ્છ)ના વતની. કવિના પુત્ર વિસનજીએ ઈ.૧૭૨૮માં એમના ‘બભ્રુવાહન-આખ્યાન’ની હસ્તપ્રત લખી હતી, એ આધારે આ કવિનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. પૂર્વછાયા અને ચોપાઈની ૫૦૦ કડીનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૯૪?/સં.૧૭૫૦ - “પાંડવ પ્રાકર્મ હરી ગુણ ગાયે તે સાલ અક્ષર સત અણીયાં”) સુશ્લિષ્ટ પદબંધ અને મધુર ભાષા ધરાવતું વીરરસપૂર્ણ કાવ્ય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૧.[કૌ.બ્ર.]