ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોરાવરમલ-જોરો
જોરાવરમલ/જોરો [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ‘શનિશ્ચરજીની કથા/ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૪) અને ૫૬ કડીના ‘પાર્શ્વનાથ-સલોકો’ (ર.ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧ પોષ-, *મુ.)ના કર્તા. એમણે સંસ્કૃતમાં પણ ‘શનિશ્વર-કથા’ (ર.ઈ.૧૭૭૮) રચી છે. કૃતિ : * પ્રાચીન છંદ ગુણાવલી : ૩-૪, પ્ર. રત્નપ્રભાકર જ્ઞાનપુષ્પમાળા,-. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકાસાહિત્ય’; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. રાપુહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]